સાંસદ શક્તિસિંહના ભત્રીજાના આપઘાત કેસમાં થયા ખુલાસા
રાતમાં બનેલી ઘટનાને લઈને પોલીસે આપી જાણકારી
કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું
અમદાવાદ બોડકદેવ એનઆરઆઈ ટાવરમાં યશરાજસિંહ ગોહિલે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું છે કે, રિવોલ્વર ફેરવતા આકસ્મિક ગોળી છૂટી અને પત્નીને વાગતા તેમનું મોત નીપજ્યું છે. હાલ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવ વસ્ત્રાપુરમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે. આ મૃતક યશરાજસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ બુધવારની રાતે પત્નીને ગોળી મારીને પોતે પણ આપઘાત કર્યો છે. આ અંગે પહેલા એવી વાત હતી કે, આ દંપતી વચ્ચે બોલાચાલી બાદ આ ખૂની ખેલ ખેલાયો હતો. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું છે કે, રિવોલ્વર ફેરવતા આકસ્મિક ગોળી છૂટી અને પત્નીને વાગતા તેમનું મોત નીપજ્યું છે. હાલ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિગતવાર માહિતી આપી છે
આ કેસમાં માહિતી મળી રહી છે કે, મૃતક યશરાજ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન ગત નવેમ્બર મહિનામાં જ થયા હતા. આ અંગે તેમના પરિવારજનો કે આસપાસના કોઈ લોકો કાંઈ પણ બોલવા તૈયાર નથી. પતિ પત્ની વચ્ચે શું થયું હતું અને તેમણે કેમ આ અંતિમ પગલું ભર્યું તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પતિ અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
