સુરત : હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાતાં માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા
સુરતમાં મહિલા રત્નકલાકારની હાલત ગંભીર
માથું અલગ થઈ ગયુંના નામે વીડિયો વાઇરલ
સુરતમાં મહિલા રત્નકલાકારના હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાતાં માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા હોય ગંભીર હાલતમાં મહિલાને હોસ્પિટલે ખસેડાઈ હતી તો માથું અલગ થઈ ગયાના નામે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના હીરાના કારખાનામાં એક હચમચાવતી ઘટના બની હતી. રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી એ દરમિયાન ખભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીની સરેણમાં આવી જતાં મહિલાના વાળ ખેંચાઈ ગયા હતા, જેથી તેના માથા પરથી તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતાં. ત્યારબાદ મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો ઘટનાના બે દિવસ બાદ છુટા થઈ ગયેલા વાળને મહિલાનું માથુ જ અલગ થઈ ગયુ હોય એવો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.
