સુરતનાં પુણાગામ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો
સીતારામ સોસાયટી ખાતે યુવાનની ચપ્પુ વડે હુમલો કરી હત્યા
યુવાન પર સાત થી આઠ વાર ચપ્પુ વડે ઉમલો કરી હત્યા કરાઈ
પુણા પોલીસ સાથે એસીપી, ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
સુરતમાં ફરી હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સુરતના પુણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટી ખાતે યુવાનની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતનાં પુણાગામ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. પુણાગામ ખાતે આવેલ સીતારામ સોસાયટી ખાતે વપુલ નકુમ નામના યુવાન પર ચપ્પુના આડેધડ ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યા હત્યારાઓ દ્વારા વિપુલ નકુમની સાત થી આઠ વાર ચપ્પુ વડે ઉમલો કરી હત્યા કરાઈ હોવાનુ સામે આવતા પુણા પોલીસ સાથે એસીપી, ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
