ભાવનગર નીલમબાગ સર્કલમાં દલિત યુવાન પર હુમલો કરનાર શખ્સો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર નીલમબાગ સર્કલમાં દલિત યુવાન પર હુમલો કરનાર શખ્સો ઝડપાયા
ભોગગ્રસ્ત યુવાનને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા
આંબેડકરના લોગાવાળો ધ્વજ કાઢી લેવા ધમકી આપી હતી

ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાને ફાઇનાન્સ માંથી લોન લઈ બાઇકની ખરીદી કરી હતી નિયમિત આપતા ભરતો હોવા છતાં ફાઈનાન્સ કંપનીના બે રિકવરી એજન્ટોએ જયેશના મિત્ર ને નીલમબાગ સર્કલ વિસ્તારમાં આંતરિ માર મારી જ્ઞાતિ વિશે અપમાનિત કરી ધમકી આપતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે તપાસ દરમ્યાન આ કેસમાં ફરાર બંન્ને શખ્સોને ઝડપી લીધા છે.

ભાવનગર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ સાથે સંકળાયેલા જયેશ વાલજી પરમાર એ આજથી ચાર વર્ષ પહેલા સી જે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ બાઇક નંબર જીજે-04-ડીઆર-2443 ની ખરીદી કરી હતી અને ફાઇનાન્સ કંપનીમાં દર મહિને નિયમિત રીતે લોનના હપ્તા ભરતો હોવા છતાં ગઈકાલે નિલમબાગ સર્કલમાં જયેશનો મિત્ર ધ્રુવ કાંતિ સોલંકી પાસે જયેશની બાઈક હોય એ દરમિયાન ફાઇનાન્સ કંપનીના બે રિકવરી એજન્ટો ધ્રુવ પાસે આવ્યા હતા અને જ્ઞાતિ વિશે અપમાનિત કરી મૂંઢમાર મારી બાઈક પર લગાવેલ આંબેડકરના ફોટાવાળો ધ્વજ ઉતારી લેવા જણાવી આ ધ્વજ રોડ પર ફેંકી દઈ જાનથી મારી નાંખવાની નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ધ્રુવને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જયેશ વાલજી પરમાર એ બે શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે અન્વયે એડમિશન પોલીસે આ કેસમાં ફરાર શિવદીપ ભરતભાઈ ગોહિલ ઉંમર વર્ષ 23 ભરતનગર જુના બે મળિયા, અને અમીત અરજણભાઈ બલ્યા-રબારી ઉંમર વર્ષ 26 રહે ઉપરકોટ કાળાનાળા વાળાની ધરપકડ કરી હાલ લોકઅપ હવાલે કર્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *