સુરતમાં મોંઘવારી વધતા દુધની ચોરીની ઘટનાઓ વધી
ઉધના વિસ્તારના દુધની ચોરીના સીસીટીવી સામે આવ્યા
અગાઉ પણ દુધના કેરેટની ચોરીઓ થઈ ચુકી
સુરતમાં મોંઘવારી વધતા દુધની ચોરીની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ઉધના વિસ્તારના દુધની ચોરીના સીસીટીવી હાલ સામે આવ્યા છે.
સુરતમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે ગુનાખોરી પણ જાણે આમ થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. તો સુરતમાં ખાદ્ય પ્રદાર્થની ચોરીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલ ચીકુવાડી ખાતે દુધના કેરેટની ચોરી થઈ હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. તો અગાઉ પણ દુધના કેરેટની ચોરીઓ થઈ ચુકી હોય જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
