પેસ્ટીસાઈડવાળા ખોરાકથી આવનાર પેઢી સંતાન ઉત્પત્તિ માટે લાયક નહીં રહે
જૂનાગઢમાં ગુજરાતના રાજ્યપાલની ચિંતાજનક વાત
રાસાયણિક ખેતીથી યુવાનોની પ્રજનન ક્ષમતા ઘટી
દૂધના યુરોપિયન લેબોરેટરીએ તમામ નમૂનાઓ રિજેક્ટ કરી દીધા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે યુવા પેઢીની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. આના પરિણામે દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરોની સંખ્યા વધી રહી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ચિંતાજનક વક્તવ્ય આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, હવે ભારતના ગલીઓમાં પણ કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરો ખુલી ગયા છે, કારણ કે યુવાપેઢીની પ્રજનન ક્ષમતા પણ દિનપ્રતિદિન ખોરવાઈ રહી છે. આ દ્રશ્ય આપણને એ વિચારવા મજબૂર કરે છે કે કૃષિમાં અપનાવેલી રાસાયણિક પદ્ધતિઓ આપણા સમાજ માટે કેટલાય સ્તરે ખતરનાક બની રહી છે. “રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના અતિરેક ઉપયોગને લીધે માનવ શરીરમાં હોર્મોનલ અને પ્રજનન તંત્ર ઉપર ગંભીર અસર થઈ રહી છે. આવી ખેતીના પરિણામે આજે તાજા જન્મેલા બાળકના લોહીમાં પણ પેસ્ટીસાઈડના હાનિકારક તત્વો મળી રહ્યા છે.”
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં ખુલાસો કર્યો હતો કે, “અમે અમૂલ જેવી પ્રતિષ્ઠિત ડેરીઓના દૂધ અને માવા જેવી વસ્તુઓ યુરોપ મોકલી હતી, પણ યુરોપિયન લેબોરેટરીએ તમામ નમૂનાઓ રિજેક્ટ કરી દીધા. કારણ હતું તેમાં પેસ્ટીસાઈડ અને યુરિયા જેવા તત્વો પોસાય તેનાથી ઘણો વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે, આજે પાવડરમાંથી દૂધ બનાવી રહ્યાં છીએ, ટોકસિક દવાઓથી ખેતી કરી રહ્યાં છીએ અને પછી આ જ ખોરાકથી બાળકો કેન્સર, હાર્ટએટેક અને હોર્મોનલ બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. હવે દરેક ઘરમાં એક કે બે ડાયાબિટીસના દર્દી હોય એવું દૃશ્ય બની ગયું છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
