સરડોઇ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો
મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ
સરપંચ પતિ જયદત્તસિંહ પુવાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ છે .
અરવલ્લી મોડાસા તાલુકાની સરડોઇ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો જ્યાં મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરાયો છે
સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો આક્ષેપ સાથે અરવલ્લી મોડાસા તાલુકાની સરડોઇ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો છે મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરતા પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઇ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાની માંગ કરતા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરપંચ પતિ જયદત્તસિંહ પુવાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ છે .
સરડોઈ ગ્રામ પંચાયત સરપંચ સહિત સમર્થકોનું ગ્રામજનોના આક્ષેપનો લઈ કલેકટર ન આવેદનપત્ર આપ્યું છે ત્યારે સરપંચ ઉષા બા અને સરપંચ પતિ જયદત્તસિંહ પુવારે આક્ષેપોને ફગાવતા કહ્યુંહતું કે ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક ચાલતો હોવાનું જણાવ્યું છે