અમરેલીમાં સૌથી મોટા અમરેલી એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં સૌથી મોટા અમરેલી એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ
ભાવિન સોજીત્રા અમરેલી એપીએમસીના ચેરમેન બન્યા
અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બિનહરીફ વરણી

અમરેલી જિલ્લાના સૌથી મોટા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં ભાવિન સોજીત્રાની બિનહરીફ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. ડિરેક્ટર ભાવિન સોજીત્રાએ યુવા નેતૃત્વ માટે દરખાસ્ત મૂકતાં, તમામ ડિરેક્ટરોએ તેમને ટેકો આપ્યો હતો. આથી, તેમની બિનહરીફ વરણી થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સહકારી અગ્રણીઓ અને ડિરેક્ટરો દ્વારા તેમને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા.અમરેલી માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું યાર્ડ છે, જ્યાં આસપાસના તાલુકા અને જિલ્લાના ખેડૂતો પણ પોતાની જણસીઓ વેચવા માટે આવે છે. આ બિનહરીફ વરણી પ્રસંગે પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિત અનેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચેરમેન ભાવિન સોજીત્રાએ તેમની બિનહરીફ વરણી બદલ તમામ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે સતત કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *