ગુજરાતી એવા 21 વર્ષીય રવિ હિરપરાનો મૃતદેહ જર્મનીમાં મળ્યો

Spread the love

અમરેલી પાસેના લુણીધાર ગામના ખેડૂત પરિવારનો હોનહાર દીકરો રવિ હીરપરા પોતાની ક્ષમતાના કારણે અનેક સપનાઓ સાથે કારકિર્દી બનાવવા જર્મની ગયો હતો. હજુ અઢી મહિના પહેલા ફોન આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો અને શૈલેષ સગપરિયાને કહેલ ‘સર, મને જર્મનીમાં નોકરી મળી ગઈ છે અને અહીંયા સેટ થઈ ગયો છું. થોડા સમયમાં વાઇફને પણ અહીંયા બોલાવી લઈશ.’ અત્યંત સરળ સ્વભાવના 21 વર્ષીય યુવકની બે દિવસ પહેલા જ જર્મનીમાંથી લાશ મળી હતી, કોઈપણ જાતના વાંક ગુના વગર એક તેજસ્વી પ્રતિભા પૂર્ણપણે પ્રકાશતા પહેલા જ અસ્ત થઈ ગઈ.
ડિસેમ્બર મહિનાની 8 મી તારીખથી રવિનો કોઈ જ સંપર્ક થતો નહોતો. ભારતીય દૂતાવાસે પણ પ્રયત્નો કર્યા પણ કોઈ જ સગળ મળતા નહોતા. બે દિવસ પહેલા જીવ જંતુઓએ શરીરને સંપૂર્ણપણે કોરી ખાધું હોય એવી એક બિનવારસી લાશ મળી. જોઈને તો કોઈ જ ઓળખી શકે તેમ નહોતું. પરંતુ કેટલાક ચિન્હો અને DNA ટેસ્ટના આધારે સાબિત થયું કે એ રવિ જ હતો. પરિવાર પણ કેવો અભાગિયો ગણવો કે હોનહાર દીકરાના માત્ર અસ્થી જોવા મળશે. એ માતા-પિતાની પીડા કેવી અસહ્ય હશે જેને રાત દિવસ કાળી મજૂરી કરીને ભણાવી ગણાવી અનેક સપનાઓ સાથે દીકરાને જર્મની મોકલ્યો અને એ દીકરો આ રીતે જતો રહ્યો. એ પત્નીની શું દશા હશે જેમણે હજુ તો દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો અને પોતના જીવનસાથીને ગુમાવી દીધો.
જર્મની હોય કે કેનેડા કે પછી બીજા કેટલાક દેશો, ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના ગુમ થવાના અને મૃતદેહ મળવાના કિસ્સા ઘણા છે. થોડા દિવસ પહેલા જ સુરતના બે દીકરાઓ કેનેડામાં આવી જ રીતે ગુમ થયાના સમાચાર વાંચ્યા હતા. કેટલાક મીડિયા દ્વારા બહાર આવે છે અને કેટલાક નથી આવતા. લૂંટના ઇરાદે કે બીજા કોઈ કારણસર ભારતના ભવિષ્ય સમાન આવા યુવાનો ગુમ થાય અને પછી સીધો જ એનો મૃતદેહ મળે એ કેવી કરુણાંતિકા છે.
વિદેશમાં ભણતા કે નોકરી કરતા વિદ્યાર્થીઓ સજાગ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *