સુરતની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય સ્ટુડન્ટને ભગાવી ગઈ

Featured Video Play Icon
Spread the love

સુરતની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય સ્ટુડન્ટને ભગાવી ગઈ
ભાગતા પહેલા શિક્ષિકાએ બુક માય ટ્રીપ પર ટુર પેકેજ પણ બુક કરાવ્યું,
સગીરના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

સુરતમાં જાણે ઘોર કળયુગ આવ્યુ હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે શિક્ષિકાએ શિક્ષણ જગતને લાંછન લગાવ્યુ હોવાના આક્ષેપો થયા છે. પરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ હોવાનો બનાવ પુણા પોલીસમાં નોંધાયો છે. તો બન્ને ભાગતા સીસીટીવીમાં પણ કેદ થયા છે.

સુરતમાં ફરી શિક્ષણ જગત પર લાંછનનો આક્ષેપ કરાયો છે જો કે આ વખતે કોઈ નરાધમ શિક્ષક નહી પરંતુ શિક્ષિકા પર વિદ્યાર્થીને ભગાડી જવાના આરોપ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે પરવત પાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષ તથા 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. રાજસ્થાની પરિવારનો 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જ્યારે આ સ્કૂલમાં 23 વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી. આ શિક્ષિકા અને તરૂણ એક જ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા હતા. જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. હાલ સ્કૂલમાં વેકેશન છે. જોકે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો. પરંતુ ગત 25મી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરૂણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમવા માટે ગયો હતો. જો કે, સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી. અને સીસીટીવી કેમેરા ચેક કરતા તેમનો દિકરો અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા જતા દેખાયા હતા. જેથી તરૂણના પિતા શિક્ષિકાના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને પુછતા તેમણે પણ બપોરે 2 વાગ્યાથી શિક્ષિકા ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણાના ઉંઝા લઈઇ ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તેના મોબાઇલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર ફોન બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, 6 ટીમ બનાવીને તરૂણની તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેણીના વતન પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *