તાપી : માંડલ ટોલ પ્લાઝાની હાલત દયનિય
રોડમાં પડેલા ખાડાના કારણે બાઇક સ્લિપ થયા
બાઈક સવાર દંપતી નીચે પટકાયા,મહિલાનું મોત
ચાલો વાત કરીએ ફરી એક વખત માંડલ ટોલ પ્લાઝા ની જ્યાં અકસ્માત સર્જાયો છે ત્યારે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે
રોડની હાલત આટલી ખરાબ છે તેમ છતાં કોઈપણ નિવારણ એનું કરવામાં નથી આવતું ત્યારે ડીંડોલી થી એક દંપતી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન માંડલ ટોલનાકાથી પહેલા જ ટોલ બુથ થી એકદમ નજીક રોડ માં પડેલા ખાડા ના કારણે બાઇક સ્લિપ થતા બાઈક સવાર દંપતી નીચે પડ્યા હતા. અને મોટી ટ્રક મહિલા પરથી પસાર થઈ ગઈ હતી. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે પરિવાર જનોનો આક્ષેપ છે કે ખાડાના કારણેજ આ અકસ્માત સર્જાયો છે. જોવાની વાત છે કે વારંવાર સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ રાજકારણી ઓ આજ રસ્તાઓ પરથી આવર-જવર કરે છે. અને માત્ર મોંઘામાં મોંઘું આજ એક ટોલનાકું છે જેના રસ્તા આટલા ખરાબ છે શું કારણ છે કે જે કોઈ એક્શન લેવામાં નથી આવતો શું તંત્ર ટોલ નાકા ના જવાબદાર સામે પગલા કેમ નથી લેતું. કે પછી રાજકારણ રમાઈ રહ્યું છે . ? શું આ પરિવાર ને ન્યાય મળશે ?.
