ભરૂચના મહંમદપુરામાં જર્જરિત શોપિંગ સેન્ટર સામે તંત્રની લાલઆંખ.

Featured Video Play Icon
Spread the love

ભરૂચના મહંમદપુરામાં જર્જરિત શોપિંગ સેન્ટર સામે તંત્રની લાલઆંખ.
સિટીઝન શોપિંગ સેન્ટર જર્જરિત જાહેર થતા તંત્ર દ્વારા કાર્યવાહી.
ઇમારતનું રીપેરિંગ કરાવવા અથવા ખાલી કરી દેવા માટે નોટિસ આપી

ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલાં સિટિઝન કોમ્પલેકસ અતિ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. વર્ષોથી નગરપાલિકા અહીં રહેતાં 20 જેટલા પરિવારોને ઇમારતનું રીપેરિંગ કરાવવા અથવા ખાલી કરી દેવા માટે નોટિસ આપી રહી છે પણ આ પરિવારો કોઇ પગલાં ભરતા નથી.

ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં શુક્રવારના રોજ નગરપાલિકા, જીઇબી તથા ગુજરાત ગેસ કંપનીએ એક મોટી કાર્યવાહી કરી હતી. કોમ્પલેકસના લાઇટ, પાણી તથા ગેસના જોડાણો કાપી નાખવામાં આવ્યાં હતાં. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, સિટિઝન કોમ્પલેકસ એકદમ જર્જરિત હાલતમાં છે અને અગાઉ પણ તેમાં છતનો ભાગ તુટવાના બનાવો બન્યાં છે. આ ઇમારતમાં લોકો જોખમી રીતે વસવાટ કરી રહયાં છે. નગરપાલિકા આ ઇમારતને ઉતારી લેવા માંગે છે પણ રહીશો અન્ય સ્થળોએ જવા માટે તૈયાર નહિ હોવાથી વિધ્ન નડે છે.

ભરૂચમાં ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા આશરે 40 જેટલા અત્યંત જોખમી અને જર્જરિત મકાનોને નોટિસ ફટકારી તાત્કાલિક ઉતારી લેવા અથવા રિપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.શહેરના જૂના કિલ્લાની અંદરના વિસ્તારો, જેમ કે વ્હોરવાડ, કસક અને નર્મદા કિનારા નજીકની જૂની હવેલીઓ અને મકાનો સૌથી વધુ જર્જરિત હાલતમાં છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *