સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી પોલીસ સકંજામાં
બે ગુનાના ભેદ ઉકેલાયા
શાહરૂખ બબડીયા ખાનની ધરપકડ
સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ વચ્ચે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ અને ચોરી કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા સતત પેટ્રોલિંગકરી રહી છે ત્યારે એન્ટી એક્સ્ટ્રોશન સ્કોડની ટીમે બાતમીના આધારે શીતલ ટોકીઝ સામેરીવર ફ્રન્ટ ગાર્ડનમાંથી પાંડેસરા અને ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ફોનની સ્નેચીંગ અને ચોરી કરનાર રીઢા ચોર એવા ભેસ્તાન ઉન હિદાયત નગરમાં રહેતા શાહરૂખ બબડીયા ખાનને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી અલગ અલગ કંપનીના છ મોબાઈલ કબ્જે કરી પુછપરછ કરતા પાંડેસરા પોલીસ મથકના બે ગુનાના ભેદઉકેલાઈ ગયા હતાં. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
