સુરત લિંબાયત પોલીસે નીલગીરી સર્કલ પાસેથી જુગારધામ ઝડપી પાડ્યું
જુગાર રમતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
પોલીસે હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
લિંબાયત પોલીસે જુગાર સામે કાર્યવાહી હાથ ધરી
સુરતની લિંબાયત પોલીસે નીલગીરી સર્કલ પાસેથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી શહેરમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી લિંબાયત પોલીસની ટીમના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી જુગાર રમતા જુગારીઓ શંભાજી દિલિપ પાટીલ, વિક્કી ઉર્ફે દાદુ ભૈયા ગૌડે, અમોલ સુરેશ ચૌધરી, અમોલ બાપુરાવ બોરસે, દિનેશ સુરેશ પ્રજાપતિ અને ચંદુ બાજીરાવ પાટીલને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા મળી 44 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
