સુરત ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપ્યા
અડાજણ પોલીસમાં ચાર મહિનાથી ફરાર એનડીપીએસના કેસમાં વોન્ટેડ
બોટનિકલ ગાર્ડન નજીકથી પ્રતિક ડાભીની ધરપકડ કરી

સુરત ક્રાઇમ બ્રાન્ચે અડાજણ પોલીસ મથકમાં ચાર મહિનાથી ફરાર એનડીપીએસના કેસમાં વોન્ટેડ આરોપીને રાંદેરના બોટનિકલ ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો.

સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરની સૂચનાને લઈ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસનો વોન્ટેડ આરોપી પ્રતિક જગદીશભાઈ ડાભી હાલ રાંદેર વિસ્તારમાં છુપાઈને રહે છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બોટનિકલ ગાર્ડન નજીકથી પ્રતિક ડાભીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે ચાર મહિના પહેલા પોતાના બનેવીને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો જે બાદ તેના બનેવીને અડાજણ પોલીસે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. અને તે ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબ્જો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *