સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ
સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઈટ પરથી ઈ ચલણ ભરવા અપીલ કરાઈ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલોકને અપાતા ઈ ચલણને લઈ સરકાર દ્વરા નિર્ધારિત વેબસાઈટ પરથી જ ઈ ચલણ ભરવા અપીલ કરાઈ છે.
સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ અંગે જીએસટી લેવામાં આવતા હોવાની ફરિયાદ મળી છે જેથી જે વાહન ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા છે તેઓને માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઈટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરી હતી. ઇ ચલણ પરિવાહન, ગવર્મેન્ટ ડોટ ઈન અને વી કોર્ટ ગવર્મેન્ટ ડોટ ઈન પર ઈ ચલણની દંડ ભરવા અપીલ કરાઈ છે તો ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો દ્વારા એજેન્ટ મારફતે અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશનથી ઇ ચલણ ભરવાથી વધારાનું ચાર્જ વસુલ કરે છે તેમ જણાવાયુ હતું.
