સુરત ચોક બજાર પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી
આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી
લગ્નની લાલચે ભગાડી ગયેલા મુકેશ સુરેશ ધાડકેને ઝડપી પાડ્યો
સુરત ચોક બજાર પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સગીર બાળકોના અપહરણની ઘટનાઓમાં ત્વરિત તપાસ કરવા આપેલી સુચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે એક સગીરાને લગ્નની લાલચે વેડરોડ પરથી અજાણ્યો ઈસમ ભગાડી ગયો જે અંગેની ફરિયાદ મળતા જ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને અહેકો રવિરાજસિંહ તથા મહાવિરસિંહ અને એએસઈ ઈન્દ્રજીતસિંહ તથા અહેકો રાજેશભાઈએ સાથે મળી તપાસ હાથ ધરી મહારાષ્ટ્ર ખાતે જઈ ત્યાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયેલા મુકેશ સુરેશ ધાડકેને ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી.
