સુરતમાં નવા વર્ષની રાતે મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નવા વર્ષની રાતે મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું
દાનપેટીમાંથી રોકડા પૈસા, કેટલીક પૂજા સામગ્રીની ચોરી
ઉધના ખાતે આવેલા મંદિરમાં તસ્કરો સીસીટીવી ચોરી ગયા

સુરતમાં નવા વર્ષની રાતે ઉધના ખાતે આવેલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તો તસ્કરો સીસીટીવી ડીવીઆર પણ ચોરી કરી ગયા હોવાનુ સામે આવ્યુ છે.

વર્ષ 2025ની અંતિમ રાત અને 2025ની પ્રથમ સવારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભગવતી નગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. ચોરીના ઇરાદે મંદિરમાં ઘુસેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની અંદરની વસ્તુઓ તોડીફોડી અને લૂંટફાટ કરી હતી. જોકે, તેમને વધુ કિંમતીવસ્તુઓ ન મળતાં તેઓએ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે 50 હજાર રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓની ચોરી કરી છે. આમાં દાનપેટીમાંથી રોકડા પૈસા, કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની-મોટી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે, કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *