સુરતના ખટોદરામાં ગંભીર અકસ્માત
2 ટ્રક અને 2 કાર અથડાઈ
મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખટોદરા વિસ્તારમાં ઓવરટેક કરવાની લ્હાયમાં બે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા આઈશર ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના પગલે મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
સુરતના ખટોદરા વિસ્તારમાં બે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવરટેક કરવાની લાયમાં ટ્રક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા આઈશર ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્મત બાદ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અંદાજે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરી રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
