સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી
પાંડેસરામાં જાહેરમાં જાહેરનામાનો ભંગ કરી જન્મદિનની ઉજવણી
સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણીના વારંવાર વિડીયો સામે આવે છે ત્યારે ફરી પાંડેસરામાં જાહેરમાં જન્મદિનની ઉજવણી કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. જો કે તેમ છતા કેટલાક લોકો પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બડે ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. પાંડેસરાના તેરેનામ રોડ ઉપર આવેલ સુકી નગર પાસે જાહેર રોડ ઉપર જન્મદિનની ઉજવણી કરાઈ હતી. અને યુવાને લોકોને એકત્ર કરી અને ફટાકડા ફોડી બર્થ ડે ઉજવ્યો હતો. ત્યારે હવે પોલીસ આ ઈસમ સામે કેવા પગલા લે છે તે જોવુ રહ્યું.
