સુરતના મહીધરપુરા વિસ્તારમાં દેહવ્યાપાર

Featured Video Play Icon
Spread the love

સુરતના મહીધરપુરા વિસ્તારમાં દેહવ્યાપાર
ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા
પોલીસે બે મહિલાઓને મુક્ત કરાવી

સુરતના મહીધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન બે મહિલાઓને મુક્ત કરાવી રૂ. 29,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમે સબરસ ગટરનાળા વિસ્તારમાં આવેલા સહયોગ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક મહમદ કરીમ મલેક સહિત બે ગ્રાહકોની ધરપકડ કરી હતી, જ્યારે ગેસ્ટ હાઉસના માલિક અને ગ્રાહકો મોકલનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસે બે મહિલાઓને મુક્ત કરાવી  29 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *