સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
પાલ પોલીસ મથકના વાહનચોરીના ગુનામાં ફરાર આરોપી સમીર શંભુ ઝડપાયો,
પાલ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સમીર શંભુને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ચોરાયેલ મોપેડ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્ષ્ટોર્શન સ્કોડની ટીમે બાતમીના આધારે પાલ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સમીર ઉર્ફે શંભુ રાજકુમાર શાહુને નાનપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
