સુરત : કૂટણખાના પર પોલીસના દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરત : કૂટણખાના પર પોલીસના દરોડા
વરાછામાં હેર સલૂન અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ
બે મહિલા સંચાલક સહિત ચારની ધરપકડ
પોલીસ ત્રણ મહિલાને મુક્ત કરાવાઇ

સુરતની વરાછા પોલીસે હેર સલુ એન્ડ વેલનેસ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડી ત્યાંથી ત્રણ લલનાઓને મુક્ત કરાવી સંચાલક મહિલાઓ તથા ગ્રાહકોની ધરપકડ કરી હતી.

સુરતની વરાછા પોલીસે બાતમીના આધારે વરાછામાં પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ સ્વામિનારાયણ સોસાયટી વિભાગ બેમાં આવેલ રીસ હેર સલુન એન્ડ વેલનેસ સ્પામાં દરોડા પાડ્યા હતા જ્યાંથી કુટણખાનુ ઝડપી પાડી ત્રણ લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યારે કુટણખાનુ ચલાવનાર બે મહિલાઓ અનિતા શ્રીધર જંજીરરાલા તથા નીતા પાંડુરંગ ચાફલકર અને ગ્રાહકો બીપીન ઠક્કર, જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી તમામ સામે ઈમ્મોરલ ટ્રાફિક એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *