સુરતના વરાછામાં જુગારધામ પર પોલીસનો દરોડો

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછામાં જુગારધામ પર પોલીસનો દરોડો
પરિમલ સોસાયટીમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
વરાછા પોલીસે જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પરિમલ સોસાયટીમાં જુગાર રમતા શખ્સો પોલીસના સકંજામાં

સુરતની વરાછા પોલીસે પરિમલ સોસાયટીમાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતમાં જુગાર અને દારૂની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સુચનાને લઈ વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વરાછા પરીમલ સોસાયટીમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ અલ્પેશ પરમાર, અરવિંદ મકવાણા, પ્રીતેશ કનોજીયા, અંકીત બાંભણીયા, જીણાભાઈ શીયાળ, સંજય ટાંક, રમેશ ગઢિયા, રણજીત મકવાણા અને રમેશ બારૈયાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 25 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *