રાજુલામાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતા મામલો બિચક્યો

Featured Video Play Icon
Spread the love

રાજુલામાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતા મામલો બિચક્યો
હંગામી સફાઈકર્મીઓએ સાવરણા આંચકી લેતા અટકાયત
ચાર દિવસથી 150 કર્મચારીઓની હડતાળ

રાજુલામાં નગરપાલિકાના 150 જેટલા સફાઈ ‎‎કામદારો 30 દિવસ કામની માગ સાથે હડતાળ પર ઉતરી જઈ ધરણા પર ‎‎બેસી ગયા છે.

જેના કારણે‎ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સફાઈની ‎કામગીરી ઠપ્પ થઈ ગઇ છે જેને લઇને પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ‎અન્ય એક એજન્સી મારફતે સફાઇ કરાવતા સફાઇ કામદારોએ સાવરણા આંચકી લેતા 30થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી છે. સફાઇ કામદારોની માગણી છે કે, જે 15-15 દિવસના વારા રાખવામાં આવ્યા છે. એ 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે 25 વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે સહિતની માગણીઓ સાથે 150 જેટલા કામદારો છેલ્લા ચાર દિવસથી હડતાળ કરી રહ્યા છે. જેથી સફાઇની કામગીરી ઠપ્પ થઇ જતા છેલ્લા બે દિવસથી પાલિકા દ્વારા અન્ય એજન્સીના માણસો બોલાવી સફાઇ કરાવતા બબાલ થઇ રહી છે. જોકે, આજે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતા મામલો બિચક્યો હતો. ગઇકાલે સંતોષ ચૌહાણ નામના સફાઇ કામદારે જણાવ્યું હતું કે, હાલ સફાયકામદારોને 15-15 દિવસના વારા નગરપાલિકા કરાવી રહી છે, જે કાયદેસરનું શોષણ જ છે. ગુજરાતમાં 149 નગરપાલિકા છે, જ્યાં આવી કોઈ પ્રથા નથી, ફક્ત રાજુલા નગરપાલિકામાં જ 15 દિવસ કામ કરાવે અને 15 દિવસ છુટા કરે છે. હવે પછી અમારી માંગ આ 15 દિવસના વારા પ્રથા બંધ કરી રેગ્યુલર અમને કામ ઉપર લેવામાં આવે એવી છે. અમારો સંદેશ ધારાસભ્ય સુધી પહોંચે જેથી અમારો પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે. ગઇરાલે રાજુલા નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, રાજુલામાં સફાઇ કામદારો બિનકાયમી છે. અત્યારે 15-15 દિવસના વારા છે. પ્રથમ 15 દિવસ 60 કામદારો અને બાકીના 55 કામદારો પછીના 15 દિવસ આવે. તેમણે કાયમી માગણી સાથેની લડત શરૂ કરી છે. હાલ અન્ય એજન્સી મારફતે સફાઇ કરાવાય છે. પરંતું આ કામદારોના વિક્ષેપથી અડચણ ઉભી થાય છે.અશોક મણવર અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *