સુરતમાં બોર્ડની પરિક્ષા સમયે વિદ્યાર્થીઓની મદદે પોલીસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બોર્ડની પરિક્ષા સમયે વિદ્યાર્થીઓની મદદે પોલીસ
અન્ય સેન્ટર પર પહોંચેલી વિદ્યાર્થીનીને પોલીસે ત્વરિત મદદ કરી
વિદ્યાર્થીનીને પરિક્ષા કેન્દ્ર પર પહોંચાડી

સુરતમાં બોર્ડની પરિક્ષા સમયે વિદ્યાર્થીઓની મદદે પોલીસ આવી રહી છે ત્યારે બોર્ડની પરિક્ષા આપવા ગયેલી અન્ય સેન્ટર પર પહોંચેલી વિદ્યાર્થીનીને પોલીસે ત્વરિત મદદ કરી પરિક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી.

સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. બોર્ડની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીનીનું પરીક્ષા સેન્ટર ઉમરા પીપી સવાણી હતું પરંતુ તે વિદ્યાર્થીની અબ્રામાં પીપી સવાણી સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. આ વાતની જાણ થતા ત્યાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારી જયંતીભાઈ વસાવા વિદ્યાર્થીનીને બાઈક પર બેસાડી માત્ર 17 મિનિટમાં વિદ્યાર્થીનીને અબ્રામાથી ઉમરા પીપી સવાણી સ્કૂલ પર સમયસર પહોંચાડી હતી. જેને લઈ પોલીસનો વિદ્યાર્થીનીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *