સુરત સિવિલમાં મહિલા પર દર્દીના સગાનો હુમલો
સિવિલના ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો
વર્ગ 4ના તમામ કર્મીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યાં
સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે થયેલ બબાલ બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી. સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થયાની ઘટના ને લઇ ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતાં અને ત્યાં પોલીસ ફરિયાદ નહિ થાઈ ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
