ગીર સોમનાથમાં મહાદેવની પાલખી યાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્સવનું આયોજન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં મહાશિવરાત્રીની ઉજવણી
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના અવસર પર્વે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે સોમનાથ મહાશિવરાત્રીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 14 ફેબ્રુઆરીથી શરૂ પાવન પૂર્વની શરૂઆત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા હતા, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય અને ભક્તિસભર ઉજવણી માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે, જેને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા પ્રશાસનના સહયોગથી ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે મહા શિવરાત્રીના પવન પર્વે ગીર સોમનાથમાં મહાદેવની પાલખી યાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ.
મહાશિવરાત્રીને લઈ ગીરસોમનાથ કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓને સુવિધાસભર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શિત કરાયા હતા. કલેક્ટરે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, અગ્નિશામક વ્યવસ્થા, વીજ પુરવઠા જેવી જરૂરી સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, મંદિર પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ભીડ નિયંત્રણ, શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન સૂચક પટ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ ચર્ચા કરાઈ હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
