અમદાવાદમાં 17 માંથી એક ગજરાજ બેકાબૂ થતા રથયાત્રામાં નાસભાગ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં 17 માંથી એક ગજરાજ બેકાબૂ થતા રથયાત્રામાં નાસભાગ
148 મી ભવ્ય રથયાત્રાનું સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી પ્રસ્થાન કરાવ્યું
ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.
સરસપુરમાં ભગવાનનું મામેરું ભરાયું

આજે 27 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી ભવ્ય રથયાત્રાનું સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી પ્રસ્થાન કરાવ્યું. સાથે જ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. અષાઢી બીજ એટલે કચ્છીઓ નવું વર્ષ છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે

અમદાવાદમાં રથયાત્રાને લઇને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. આજની રથયાત્રામાં 17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અષાઢી બીજ એટલે કચ્છીઓ નવું વર્ષ છે ત્યારે CM ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે

રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં 108 મારફતે સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દુર કરવામાં આવ્યાં હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *