સુરત શહેર હાઈ એલર્ટ પર
હજીરાના ઉદ્યોગોને સાવચેત રહેવાની ચેતવણી
કમિશનર ગેહલોતે જણાવ્યું- સાયબર હુમલાની શક્યતા
કોઈ અજાણી લિંક ખોલશો નહીં
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ એલર્ટ કરાયુ છે. તો સાથે સુરત શહેર પણ હાઈ એલર્ટ પર હોય સુરત પોલીસ કમિશનર દ્વારા હજીરા વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીઓને લઈ બેઠક બોલાવાઈ હતી. અને દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. ત્યારે ગુજરાત સહિત સુરતમાં હાઈ એલર્ટ પર છે. તો સુરત પોલીસ કમિશનર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. સુરત હજીરા વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીને લઈ પોલીસ કમિશનર દ્વારા બેઠક બોલાવી હતી. અને હજીરા ઈન્ડસ્ટ્રીમાં આવેલી કંપનીઓના સિક્યોરિટી હેડ સાથે મિટિંગ કરી હતી. દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રી વિસ્તાર હથિયાર સાથે પોલીસ જવાનોએ સતત પેટ્રોલિંગ વધારી હતી. અને મોટી મોટી કંપનીઓની સિક્યોરિટી માટે મહત્વના મુદાઓ બાબતે ચર્ચા કરાઈ હતી.