સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જુની પેન્શન

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જુની પેન્શન
જુની પેન્શન યોજનામાં સમાવેશ કરાતા સરકારનો આભાર માન્યો

સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવેશ કરાતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા માટેની કાર્યવાહી કરવા બદલ તમામ કર્મચારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શૈક્ષણિક કર્મચારીઓએ કહ્યુ હતુ કે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન-સન્માન અને ભાવી નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે. વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે આપનું આ કાર્ય એક આશાનો સૂર્ય બની ગયું છે. સરકારની કાર્યક્ષમ નેતૃત્વ શક્તિ, માનવીય અભિગમ અને કર્મચારી હિત માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. આપના આવા સકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઊર્જા અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. સરકાર તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તમામ કર્મચારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો હતો. અને સરકારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *