સુરતના વીવિંગ ઉદ્યોગને નિરવ શાહ આપી રહ્યા નવી દિશા

Featured Video Play Icon
Spread the love

સુરતના વીવિંગ ઉદ્યોગને નિરવ શાહ આપી રહ્યા નવી દિશા
હવે ૭ ફૂટની ઊંચાઈએ પણ મશીન ફુલ RPM પર દોડશે

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં સતત વધતી સ્પર્ધા અને હાઈ-સ્પીડ ઉત્પાદનની માંગ વચ્ચે સુરત સ્થિત AAS TECHના ઓનર નિરવ શાહે વીવિંગ સેક્ટર માટે એક ક્રાંતિકારી ટેકનોલોજી રજૂ કરી છે.

નિરવ શાહ દ્વારા પેટન્ટ કરાયેલી એરોડાયનેમિક હીલ્ડ અને સ્પેશિયલ કોમ્બર બોર્ડ સિસ્ટમ લોન્ચ કરાઇ છે, જે ૭ ફૂટના હાઈ-ફ્રેમ જકોર્ડ મશીનોને પણ હાઈ-સ્પીડ RPM પર નિરાંતથી દોડાવવા સક્ષમ બનાવે છે. નિરવ શાહે કુલ 750 થી પણ વધુ ટેકનોલોજીકલ પેટન્ટ્સ પોતાના નામે રજીસ્ટર કરાવી છે. વિશિષ્ટ ડિઝાઇન અને પ્રિસિઝન એન્જિનિયરિંગને કારણે વીવર્સને ૧૫ વર્ષ સુધી કોમ્બર બોર્ડ રિપ્લેસમેન્ટથી મુક્તિ.વીવિંગ ઉદ્યોગમાં કોમ્બર બોર્ડ કપાવાની સમસ્યા વર્ષોથી વીવર્સ માટે માથાનો દુખાવો રહી છે. દર ર થી ૩ વર્ષે થતા રિપ્લેસમેન્ટ ખર્ચ અને મશીન ડાઉનટાઇમને કારણે ઉત્પાદનનું નુકસાન થતું હતું. પરંતુ નિરવ શાહ દ્વારા બનાવાયેલી નવી વિશિષ્ટ ડિઝાઇન અને પ્રિસિઝન એન્જિનિયરિંગને કારણે કોમ્બર બોર્ડ ૧૫ વર્ષ સુધી કપાશે નહીં, જે ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ૭ ફૂટની ઊંચાઈએ ૩ પન્નાનું જકોર્ડ મશીન હાઈ-સ્પીડ RPM પર ચલાવી શકાશે.પરંપરાગત રીતે મશીનની ઊંચાઈ વધતા સ્પીડમાં ઘટાડો કરવો પડતો હતો. એરોડાયનેમિક હીલ્ડ ડિઝાઇન હવાના અવરોધને ઘટાડે છે, વોર્પ બ્રેકેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થાય છે અને ફાઈન ડેનિયર તથા ફિલામેન્ટ યાર્ન માટે સંપૂર્ણ સુરક્ષા મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર હાઈ-સ્પીડ ઓપરેશન અને ઓછી મેન્ટેનન્સને કારણે 20% સુધી ઉત્પાદન વધારો શક્ય બને છે.

નિરવ શાહના જણાવ્યા અનુસાર બજારમાં વધતા ડુપ્લીકેટ અને નીચી ગુણવત્તાવાળા પાર્ટ્સથી વીવર્સને બચાવવા AAS TECHએ ડાયરેક્ટ-ટુ-કન્સન્ઝ્યુમર મોડેલ અપનાવ્યો છે. કંપની સીધી મેન્યુફેકચરિંગથી ગ્રાહકો સુધી પ્રોડક્ટ પહોંચાડે છે, જેથી ગ્રાહકોને ઓરિજિનલ પેટન્ટ પ્રોડક્ટની ખાતરી મળે છે. ઉપરાંત ગ્રાહકોને યોગ્ય સેલ્સ અને સર્વિસ સપોર્ટ આપવામાં આવે છે અને ગ્રાહકો સાથે કોઈ પણ મધ્યસ્થી વગર પારદર્શક વ્યવહાર રાખવામાં આવે છે.ઘણીવાર સસ્તા સ્પેર પાર્ટ્સને કારણે વીવર્સને મેઇન્ટેનન્સ ખર્ચમાં વધારો, પ્રોડક્શન ડાઉનટાઈમ અને છુપાયેલા આર્થિક નુકસાન જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આવી તમામ સમસ્યાઓના સમાધાન માટે AAS TECH દ્વારા “લો કોસ્ટ કોમ્પ્રોમાઇઝ” મોડેલને બદલે “હાઇ પરફોર્મેન્સ ઇનવેસ્ટમેન્ટ” અભિગમ પર ભાર મૂકાયું છે. જેથી મશીન તમને લાંબા ગાળાની પ્રદર્શન ક્ષમતા આપી શકે. AAS TECH વીવર્સને વારંવાર મેઇન્ટેનન્સ ખર્ચ ભોગવવા કરતા લાંબાગાળાના ઇનવેસ્ટમેન્ટ પ્રત્યે તેમનું ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *