માંડવી : પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓના ઉદ્ઘાટન કરાયું
આ પ્રસંગે સરપંચ અને કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા.
માંડવી તાલુકાના રખસખડી ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓના ઉદ્ઘાટન પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે કરાયું.
માંડવી તાલુકાના રખસખડી ખાતે આવેલ પ્રાથમિક શાળા,ના નવનિર્મિત ઓરડાઓના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં રીબીન કાપી ઓરડાઓનું ઉદ્ઘાટન કરાયું , શિક્ષણક્ષેત્રે આ નવી સુવિધાઓનો લાભ લેવા માટે બાળકો અને શાળાના સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી. શિક્ષણ એ સમાજના વિકાસનું મૂળ છે, અને નવનિર્મિત ઓરડાઓ દ્વારા ગામના બાળકોના ભવિષ્યને વધુ પ્રકાશમય અને સુવિધાસભર બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ દરમિયાન માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઇ પટેલ, માંડવી તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ ચૌધરી, માંડવી તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, માંડવી તાલુકા ભાજપ ના મહામંત્રી અલ્પેશભાઈ અને છનાભાઈ વસાવા, સરપંચશ્રી અને કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા.
