નવસારીના નાદરખા ગામે દીપડાના આંટાફેરાથી દહેશત

Featured Video Play Icon
Spread the love

નવસારીના નાદરખા ગામે દીપડાના આંટાફેરાથી દહેશત
પટેલ ફળિયા આસપાસ દીપડાની અવરજવર વધતા ખેડૂતો-પશુપાલકોમાં ભય
ગ્રામજનોએ ગણદેવી વન વિભાગને જાણ કરી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાદરખા ગામે આવેલ પટેલ ફળિયા આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધી જતાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. રાત્રિના સમયે ખેતર તરફ જતાં લોકો ભય અનુભવી રહ્યા હતા, જેથી ગ્રામજનોએ ગણદેવી વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી.

​ઘટનાની ગંભીરતા સમજી ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સક્રિય થઈ હતી ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું. ગત રાત્રિએ શિકારની શોધમાં આવેલો આશરે બે વર્ષનો દીપડો આ પાંજરામાં પુરાઈ ગયો હતો. આજે વહેલી સવારે દીપડો કેદ થયાના સમાચાર મળતાં જ ગામલોકોના ટોળાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવી તેને ગણદેવી રેન્જ વન ઓફિસ ખાતે ખસેડ્યો હતો. પશુ ચિકિત્સકો દ્વારા દીપડાની શારીરિક તપાસ કરવામાં આવ્યા બાદ તે સંપૂર્ણ સ્વસ્થ જણાતાં જ સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *