ધારાસભ્ય ઉમેશ મકવાણા આપ માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ

Featured Video Play Icon
Spread the love

ધારાસભ્ય ઉમેશ મકવાણા આપ માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ
ધારાસભ્યએ દંડકપદેથી રાજીનામું આપી કહ્યું,
ઈટાલિયા માટે આખી આપ મેદાનમાં અને કડીમાં દલિત ઉમેદવાર એકલો

આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાને આપ માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

પૂર્વ આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ના તો ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે માત્ર દંડકપદે અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાને AAP માંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. એ સમયે તેમણે પ્રેસ-કોન્ફરન્સ કરીને આ વાતનો ઈનકાર કર્યો હતો, જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા નહોતા મળતા.

આપના પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે જનતાને પૂછીને નિર્ણય કરીશ કે AAPના ધારાસભ્યપદેથી રાજીનામું આપીશ કે નહીં અને જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઊતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા.

આપના પૂર્વ ધારાસભ્યં ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલએ કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ એસપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું, જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે CBI – LCB જેવી તપાસ એજન્સીઓ છે. જો આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. આ ઉપરાંત તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *