સુરતમાં વીવિંગ ઉદ્યોગમાં શાંતિ-સુરક્ષાનો માહોલ જાળવવા બેઠક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વીવિંગ ઉદ્યોગમાં શાંતિ-સુરક્ષાનો માહોલ જાળવવા બેઠક
ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાડવાની ઘટના બાદ એલર્ટ
અંજની ઈન્ડસ્ટ્રીયલમાં ફુટ પેટ્રોલિંગ કરવાની સાથે ચેકિંગ હાથ ધર્યુ

સુરતમાં વીવિંગ ઉદ્યોગમાં શાંતિ-સુરક્ષાનો માહોલ જાળવવા મળેલી બેઠક બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઈન્ડસ્ટ્રીયલમાં ફુટ પેટ્રોલિંગ કરવાની સાથે ચેકિંગ હાથ ધર્યુ હતું.

સુરતના ગ્રામ્ય વિસ્તારના સાયણ અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાડવાના બનાવ બાદ સુરત શહેર પોલીસ તુરંત જ સક્રિય બની છે. આ ઘટનાના પગલે સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *