જર જમીનને જોરૂ એ છે કજીયાના છોરું
પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરી
હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા.ની ધરપકડ
જર જમીનને જોરૂ એ છે કજીયાના છોરું કહેવત ખોટી નથી પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલ ત્યારે શું હતી આ સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં………
અમરેલી ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનારા પ્રેમીએ ખુની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ ત્રણેય શખ્સ હત્યારા છે, જ નવા માલકનેશના મેહુલ પુંજાભાઈ સોલંકીના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા.ની ધરપકડ કરાય છે પોલીસ ગીરફતમાં ઊભેલા આ ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો જેમનું મનદુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના બે મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો બાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી ને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટયા હતા મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી
