સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં એમડી ડ્રગ્સ
ત્રણ યુવકોને એસઓજીની ટીમે 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
ડ્રગ્સ ફેક્ટરી ચલાવનારનાઓનો લંડન કનેક્શન
સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં એમડી ડ્રગ્સ બનાવતા ત્રણ યુવકોને એસઓજીની ટીમે 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. તો ડ્રગ્સ ફેક્ટરી ચલાવનારનાઓનો લંડન કનેક્શન ખૂલતાં પોલીસ પણ ચોંકી ગઈ છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમરિ્શયલ મોલની અંદર ફૂડ ટેસિ્ટંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યુરિટી કિ્રસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનીશિયન સહિત કુલ 3 શખ્ખોની ધરપકડ કરી છે.
લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડના ઈશારે અને ફાઇનાન્સીયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે. હાલ સ્થળ પરથી કુલ 20 લાખનો મુદ્દામાલ એસઓજીની ટીમે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
