સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી,
અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગ ઝડપાઈ,
સુરત–જલાલપોરના 13 વાહન ચોરીના ભેદ ઉકેલાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેગનને ઝડપી પાડી સુરત સહિત જલાલપોરના 13 વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર દ્વારા મિલ્કત સંબંધીત ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ઉમરાલી થાના સુમનિયાવત ગામ પાસેથી રીઢા વાહન ચોર અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના રીતેશ નસરિયા ચૌગડને ઝડપી પાડ્યો હતો. આરોપી સુરતમાં પાંડેસરા, વરાછા, સચીન જીઆઈડીસી અને સુતર જિલ્લાના પલસાણા તથા જલાલપોર પોલીસ મથક વિસ્તારમાંથી 13 વાહન ચોરીના ગુનામાં સામેલ હોવાની કબુલાત કરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે રીઢાની વધુ પુછપરછ હાથ ધરી છે.
