સુરતના યશ પ્લાઝાના વેપારી મહેશ ગઢીયાના સુર ફરી બદલાયા
સોશિયલ મીડિયા પર ભ્રષ્ટ અધિકારીઓ અને સીટકો સામે ગંભીર આક્ષેપો
રોજ અધિકારીઓ સાથે ઝઘડા કરવા કરતાં અમને મારી નાખો
સુરતના યશ પ્લાઝાના વેપારી મહેશ ગઢીયાના સુર ફરી બદલાયા હોય તેમ લાગે છે. એક તરફ તંત્રના વખાણ કર્યા બાદ હવે ફરી સોશિયલ મીડિયા પર ભ્રષ્ટ અધિકારીઓ અને સીટકો સામે ગંભીર આક્ષેપો કરતા વીડિયો વાયરલ થયો છે.
સુરતમાં આવેલા ખાડી પૂરના પાણી દુકાનમાં ઘૂસતા મહેશ ગઢીયાએ અગાઉ ભ્રષ્ટ અધિકારીઓને લઈને કડક નિવેદન આપ્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા પછી તેમણે તંત્રના વખાણ કર્યા હતા. પરંતુ હવે ફરી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું છે કે સીટકોના કારણે વેપારીઓ આજે પણ હેરાન થઈ રહ્યા છે. તેમણે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ આક્ષેપો કર્યા અને નાયબ મુખ્યમંત્રીને સવાલ કર્યો કે આવા અધિકારીઓને જેલમાં કેમ નથી મોકલાતા ? અંતમાં તેમણે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે રોજ અધિકારીઓ સાથે ઝઘડા કરવા કરતાં અમને મારી નાખો તેમ કહ્યું હતું.
