કુંભારવાડામાં પીવાના પાણી માટે સ્થાનિકોના વલખા

Featured Video Play Icon
Spread the love

કુંભારવાડામાં પીવાના પાણી માટે સ્થાનિકોના વલખા
ભર ઉનાળે છેલ્લા 25 દિવસથી પાણી ન મળતા ટેન્કરો મંગાવવા મજબૂર,
કોંગ્રેસના કોર્પોરેટરની આંદોલનની ચીમકી

ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડ નંબર 2 માં ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ડ્રાઈવર કોલોની ગીરનાર સોસાયટી ગોકુળનગર રામદેવનગર શેરી નંબર-2 ગોપાલ સોસાયટી બહુચરમાંનો ચોક અને શિવશક્તિ સોસાયટી 2 જેવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડ નંબર 2 માં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિકો 300ના ખર્ચે ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારીના કારણે લોકોએ રૂ. 300થી 350 ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત ડ્રેનેજના કામોના લીધે રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહનો અને બાળકોની અવર-જવરમાં પણ ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક રોશનબેન ઘાંચીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 20 દિવસથી પાણી નથી. બાળકોના અભ્યાસ અને રોજિંદા વપરાશ માટે પાણી ક્યાંથી લાવવું ચૂંટણી સમયે હાથ-પગ જોડતા નેતાઓ અત્યારે ડોકાતા પણ નથી.

કુંભારવાડા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કુંભારવાડામાં પાણીની ભારે તંગી છે. ડ્રેનેજના ધીમા કામના કારણે પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે. 6 મહિના પહેલા બનેલો RCC રોડ પણ તોડી નંખાયો છે, જેથી ઈમરજન્સી વાહનો પણ આવી શકે તેમ નથી. આ બાબતે મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. જો આગામી 24 થી 48 કલાકમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકાની રહેશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *