કેવડી ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ,

Featured Video Play Icon
Spread the love

કેવડી ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ,
૭૩ ગામોના ખેડૂતોને મળશે સિંચાઈનું પાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે યોજનાનું ભવ્ય લોકાર્પણ ક

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે તાપી–કરજણ લિંક પાઇપલાઇન ઉદ્ઘવહન સિંચાઈ યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજના આદિવાસી પંથક માટે જીવાદોરી સમાન બની રહેશે. અંદાજે ૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે.

આ યોજનાથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોની ૩૫,૯૫૦ એકર તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોની ૧૭,૮૦૦ એકર મળી કુલ ૭૩ ગામોની આશરે ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ બનશે. વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા હજારો આદિવાસી ખેડૂતોને આ યોજનાથી સીધો લાભ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે ઈશ્વરભાઈ પટેલતથા ગણપત વસાવાએ સાદડપાણી ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશન નં. ૪ અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પરંપરાગત નહેર વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવું મુશ્કેલ બનતું હોવાથી ઉકાઇ ડેમમાંથી લિફ્ટ ઇરિગેશન પદ્ધતિ દ્વારા ઊંચાઈવાળા વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાઇપ લાઇનના માર્ગમાં આવતા ૧૦૦ થી વધુ હાલના ચેકડેમો તેમજ ૩૫થી ૪૦ કોતરોને ભરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેના કારણે બોરવેલ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે. આ પગલાંથી વિસ્તારના પાણી સંસાધનોમાં દીર્ઘકાલીન સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ યોજનાના અમલથી હવે ખેડૂતો વર્ષમાં ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે. પરિણામે સ્થળાંતર ઘટશે, સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને વિસ્તારની આર્થિક સદ્ધરતા વધુ મજબૂત બનશે. રાજ્ય સરકારના આ પ્રયાસથી ઉમરપાડા અને ડેડિયાપાડા પંથકમાં વિકાસનું નવું અધ્યાય શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા અને તાલુકા સ્તરના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *