ખંડણી કેસમાં કિર્તી પટેલની સાથીદાર નયના બારૈયા ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

ખંડણી કેસમાં કિર્તી પટેલની સાથીદાર નયના બારૈયા ઝડપાઈ
સસ્પેન્ડેડ મહિલા પોલીસ નયના બારૈયાની પુણા પોલીસે ધરપકડ કરી
ખંડણીના ગુનામાં સંડોવણીના આરોપસર કાર્યવાહી

ખંડણીના ગુનામાં સંડોવાયેલા વિવાદીત કિર્તી પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા પોલીસ નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.

કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ મહિનાથી નાસતી ફરતી હતી. આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલ હવાલે છે, જ્યારે તેની સાથીદાર એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ નયના બારૈયા પોલીસને હાથતાળી આપતી હતી. સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પુણા પોલીસે તેને ગીરના રિસોર્ટમાંથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *