સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો
3 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
આરોપી મોતીલાલ કુમાર રામાનંદ સાહને બિહારના ચંપારણથી ઝડપ્યો
સુરત લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોર્ડની ટીમે બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મોતીલાલ કુમાર રામાનંદ સાહને બિહારના ચંપારણ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જ લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
