સુરતના ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ ખાતે ઝંકાર નવરાત્રી-2025 ભવ્યતા સાથે ઉજવાશે

Featured Video Play Icon
Spread the love

સુરતના ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ ખાતે ઝંકાર નવરાત્રી-2025 ભવ્યતા સાથે ઉજવાશે
સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી
ખેલૈયાઓ અને નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે

લિંબાયત ઉત્સવ સમિતિ તથા યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઝંકાર નવરાત્રી-2025 આ વર્ષે સુરતના ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે.

નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ, યુવાનો તથા પરિવાર માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે.વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો. પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ-લોક સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં CCTV સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થા હજારો વાહનો માટે કરી દેવાઈ છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે. વિશાળ અને ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન. પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆતો યોજાશે. લિંબાયત ઉત્સવ સમિતિનો આ સંકલ્પ છે કે, નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતવાસીઓને સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવે.આ નવરાત્રી મહોત્સવ 22 સપ્ટેમ્બર થી 2 ઑક્ટોબર 2025 દરમિયાન રોજ રાત્રે સાંજથી મધરાત સુધી યોજાશે. શહેર તથા આસપાસના વિસ્તારોના ખેલૈયાઓ અને નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે. અમારો હેતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે. નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિના આ મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *