સુરત ઉધનામાં કથિત પત્રકાર તોડકાંડમાં તપાસ

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધનામાં કથિત પત્રકાર તોડકાંડમાં તપાસ
ઉધના પોલીસે આરોપી પાસેથી 12 લાખ કબ્જે કર્યા
22 લાખના તોડકાંડ કેસમાં પોલીસે 12 લાખ રૂપિયા કર્યા જપ્ત.
પવિત્ર દર્પણ સાપ્તાહિકનાં પ્રકાશ અને તેના ભાઈના ઘરેથી મળી રોકડ.

સુરતમાં તોડબાજ પત્રકારની ઉધના પોલીસે ધરપકડ કરી હતી. ટેક્સટાઇલના વેપારીનું ગેરકાયદેસર બાંધકામ તોડવાની ધમકી આપી 22 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપી ના રિમાન્ડ દરમિયાન ઉધના પોલીસે 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે.

આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં બાંધકામ કરતાં બિલ્ડરોને બાંધકામના ફોટા પાડી પોતે પ્રેસમાં હોવાની ઓળખાણ આપી આરટીઆઈ કરી બાંધકામનું ડિમોલેશન કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગતા ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ઉધના પોલીસે પવિત્ર દર્પણ નામથી સાપ્તાહિક પેપર ચલાવતા પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી હતી ત્યારે પ્રકાશે ટેક્સટાઇલ ના વેપારી પાસેથી તમારું ગેરકાયદેસર બાંધકામ છે તેમ કહી 22 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા હતા. આ ગુનામાં પોલીસે આરોપીને ઝડપી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રોકડા 12 લાખ રૂપિયા ઉધના પોલીસે રિકવર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *