જૂનાગઢ સુખનાથ ચોકમાં નશાકારક શિરપ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢ સુખનાથ ચોકમાં નશાકારક શિરપ
એ ડિવિઝન પોલીસે નશાકારક શિરપ સાથે એકની કરી ધરપકડ.
આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંધરા ઝડપાયો

ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે જૂનાગઢ પોલીસ દ્વારા ડ્રગ્સ અને નશાકારક પદાર્થો સામેની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન જૂનાગઢના રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ નશાકારક કફ સીરપનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસે સ્થળ પરથી ‘RAXO.T. COUGH SYRUP’ ની અનેક બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના એક રહેણાંક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંધરા નામના શખ્સના કબજામાંથી નશાકારક કફ સીરપની કુલ 190 બોટલો મળી આવી હતી. આ જથ્થો કોઈ પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર અને નશાના હેતુ માટે રાખવામાં આવ્યો હોવાની આશંકા છે. આ દરોડામાં પોલીસે કફ સીરપની બોટલો તેમજ આરોપીનો મોબાઈલ ફોન મળીને કુલ 44,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ ‘RAXO.T.’ નામની કફ સીરપમાં નશાકારક તત્વોનું પ્રમાણ કેટલું છે અને તે કાયદેસર રીતે વેચી શકાય કે કેમ, તે જાણવા માટે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લીધી છે. સીરપના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો આ સીરપમાં પ્રતિબંધિત કે નશાકારક દ્રવ્યો મળી આવશે, તો આરોપી સામે એન.ડી.પી.એસ.હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે

ઝડપાયેલ આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ટીટો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. જૂનાગઢમાં આ પ્રકારનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કયા સપ્લાયર્સ સામેલ છે, તે જાણવા માટે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જૂનાગઢમાં કફ સીરપના નામે નશો પીરસતા તત્વો સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *