ભારત સરકારે 14 મેસેન્જર એપ ઉપર પ્રતિબંધ મૂક્યો – આતંકવાદીઓ કરતા હતા ઉપયોગ – જુઓ યાદી

Spread the love

આતંકીઓ જે 14 મોબાઈલ મેસેન્જર એપ્સનો ઉપયોગ કરતા હતા તે એપ્સ દ્વારા આતંકીઓને પાકિસ્તાનથી મેસેજ આવતા હતા. ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, એલિમેન્ટ, સેકન્ડ લાઇન, ઝાંગી, થ્રીમાનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ બ્લોક કરી દીધી છે. આ મેસેન્જર એપ્સનો આતંકવાદી ગતિવિધિઓમાં ઉપયોગ થતો હતો. આતંકીઓ આ મોબાઈલ મેસેન્જર એપ્સનો ઉપયોગ કરતા હતા. આ એપ્સ દ્વારા આતંકીઓને પાકિસ્તાનથી મેસેજ આવતા હતા. ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, એલિમેન્ટ, સેકન્ડ લાઇન, ઝાંગી, થ્રીમાનો સમાવેશ થાય છે.
મળતા અહેવાલો અનુસાર આતંકવાદીઓ આ મેસેન્જર એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં તેમના સહયોગીઓને સંદેશ મોકલવા માટે કરી રહ્યા હતા. દેશની ઘણી તપાસ એજન્સીઓના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ સરકારે આ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) સાથે મેસેજિંગ અને ચેટિંગ માટે કરી રહ્યા હતા.
આ 14 એપ્સના ડેવલપર્સ ભારતમાં નથી અને ન તો આ એપ્સ ભારતમાંથી ઓપરેટ થઈ રહી છે. આ એપ્સ ડેવલપ કરતી કંપનીઓની ઓફિસ પણ ભારતમાં નથી. ભારતીય કાયદા અનુસાર માહિતી મેળવવા માટે એપ્સની કંપનીઓનો સંપર્ક કરી શકાયો નથી.
આ એપ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને ટ્રેક કરી શકાતી નથી. આ સિવાય આ એપ્સના ડેવલપર્સને ટ્રેસ કરવા પણ મુશ્કેલ છે. ગૃહ મંત્રાલયે વિવિધ એજન્સીઓ દ્વારા શોધી કાઢ્યું છે કે આ મોબાઈલ એપ્સ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *