સોશિયલ મીડિયામાં અવાર નવાર ખરાબ અને ન્યૂડ કન્ટેન્ટ જોવા મળી રહ્યા છે જે બાબતને રોકવા સોશિયલ મીડિયામાં મેટા (Meta) કંપનીએ ખુબ જ મહત્વનું કામ કર્યું છે. Meta કંપનીએ યુઝર્સ માટે ‘ટેક ઈટ ડાઉન’ ટૂલ લોન્ચ કર્યું છે. જે ટૂલની મદદથી નગ્ન સામગ્રીને પ્લેટફોર્મ પર પ્રસારિત થતા અટકાવી શકશે. મેટાનો આ ફેરફાર કરવાનો મુખ્ય હેતુ સેક્સટોર્શનના કિસ્સાઓને ઘટાડવાનો અને ગોપનીયતા જાળવાનો છે.

છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ માધ્યમથી સોસીયલ મીડિયાના વપરાશકર્તાઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાં નગ્ન તેમજ ખરાબ કન્ટેન્ટ જલદી વાયરલ થાય છે. ઘણી વખત ન્યૂડ તસવીરના કારણે લોકોને બ્લેકમેલ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો વપરાશ ખુબીજ વધ્યો છે. બાળકો પણ હવે ઇંટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા હોય મોટા ભાગનો સમય રીલ્સ જોવામાં કાઢે છે જેને લઇ બાળકો સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે સંપર્કમાં આવે છે. જેનો અજાણ્યા લોકો ગેરલાભ ઉઠાવે છે અને બાળકો તેમની માસૂમિયતના કારણે જલદીથી જાળમાં ફસાઈ જાય છે.
સોશિયલ મીડિયાનો થતો દુરુપયોગ રોકવા અને સોસીયલ મીડિયાના વપરાશકર્તાની ગોપનીયતા જાળવવા મેટાનું ‘ટેક ઈટ ડાઉન’ ટૂલ મદદ કરશે. જો કોઈ વપરાશકર્તા “ટેક ઈટ ડાઉન ટૂલ”ની મદદથી કોઈ ફોટોની જાણ કરે તો તે ફોટાની ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે જેને હેશ કહેવામાં આવે છે. અને તમારો ફોટો કોડમાં કન્વર્ટ થઈ જાય છે પછી કોઈ તેને જોઈ શકતું નથી. આ ટૂલમાં એકવાર ફોટોની જાણ થઈ જાય પછી પ્લેટફોર્મ પરના બધા સરખા ફોટા ખોલવામાં આવશે નહીં. આ ટૂલ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં હિન્દીમાં લોન્ચ કરવામાં આવશે તે બાદ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ આ ટૂલનો ઉપયોગ કરી શકાશે.
નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન દ્વારા આ સંચાલિત કરવામાં આવ્યું છે. ‘ટેક ઈટ ડાઉન’ ટૂલની મદદથી ભૂતકાળમાં અપલોડ કરાયેલા ફોટાને પણ પ્લેટફોર્મ પરથી હટાવી શકાય છે અને ન્યુડ કંટેટ ફેલાતા અટકાવી શકાય છે.
