ટ્વિટરથી થશે ધૂમ કમાણી – એલન મસ્કે કરી જાહેરાત

Spread the love

ટ્વિટરના સીઈઓ એલન મસ્ક દ્વારા ગુરુવારે ભારતીય સમય અનુસાર રાત્રે ટ્વિટરના રેવન્યુ શેરિંગ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ક્રિએટર્સને યુટ્યુબ કરતાં પણ વધારે કમાણી થશે તેવું જણાવ્યું હતું.
ટ્વિટરના માલિક એલન મસ્કએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તાઓ તેમના ફોલોઅર્સને સબ્સ્ક્રિપ્શન ઓફર કરી શકશે જેમાં લોંગ ફોર્મ ટેક્સ્ટ અને લાંબા વિડિયોનો સમાવેશ થાય છે. સબ્સ્ક્રિપ્શન ઑફર કરતા વપરાશકર્તાઓ આ સુવિધા માટે તેઓ સેટિંગ્સમાં “મોનેટાઇઝેશન” ટેબ દ્વારા ઍક્સેસ કરી શકે છે તેમજ તેમના સબ્સ્ક્રાઇબર્સ જે રૂપિયા ચૂકવશે તે યુઝર્સને Android અને iOS દ્વારા વસૂલવામાં આવતા ચાર્જને બાદ કરતાં ચૂકવવામાં આવશે. ટ્વિટર પ્રથમ 12 મહિના માટે કોઈ ચાર્જ લેશે નહીં.
iOS અને Android પરના સબ્સ્ક્રિપ્શન્સ માટે 70% છે (તેઓ 30% ચાર્જ કરે છે) અને વેબ પર 92% (ચુકવણી પ્રોસેસરના આધારે વધુ સારી હોઈ શકે છે). ટ્વિટમાં મસ્કએ ઉમેર્યું હતું કે Twitter ક્રિએટર્સના કાર્યને પ્રોત્સાહન આપવા મદદ મળશે જેથી તેમને મહત્તમ કમાણી થઈ શકે છે.
ટ્વિટરનો કાર્યભાર સંભાળ્યા પછી મસ્ક ઝડપથી સંખ્યાબંધ ઉત્પાદન અને સંગઠનાત્મક ફેરફારો દ્વારા આગળ વધ્યા છે. કંપનીએ ટ્વીટર વેરિફાઈડ બ્લુ ટિકને પેઈડ સર્વિસ તરીકે રજૂ કરી અને કર્મચારીઓની સંખ્યા લગભગ 80% ઘટાડી છે. મસ્ક બુધવારે ટ્વિટર સ્પેસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ફર્મ હવે “રફલી બ્રેક ઇવન” પર આવી ગઈ છે.
ઓક્ટોબરમાં બંધ થયેલા તેના ઓન-અગેઈન-ઓફ-અગેઈન એક્વિઝિશનના ભાગરૂપે ગયા વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતની આવકમાં ઘટાડો જોવા મળ્યા પછી મસ્ક ટ્વિટર પર આવક વધારવા માટે મોટા ફેરફારો લાવી રહ્યા છે. બે મહિના પહેલા ટ્વિટરની સબ્સ્ક્રિપ્શન બેઝ મોનેટાઇઝેશન યોજના અંગે માહિતી સામે આવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્વિટરની આ યોજનાથી ક્રિએટર્સ યુટ્યુબ કરતાં વધુ કમાણી કરી શકશે.
હાલ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધુ કમાણી યુટ્યુબર્સને થઈ રહી છે. તમને જણાવી દઈએ કે યુટ્યુબ પોતાના ઇન્કમ શેરિંગ મોડેલ દ્વારા એડથી થતી કમાણીના 55 ટકા તેના ટોચના યુટ્યુબર્સને આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *